शुक्रवार, 20 मार्च 2015

ચૈત્ર માસમાં કરો લીમડાનો આવો ઉપયોગ, મળશે અઢળક સ્વાસ્થ્ય લાભ

ચૈત્ર માસમાં કરો લીમડાનો આવો ઉપયોગ, મળશે અઢળક સ્વાસ્થ્ય લાભ 
 
શનિવાર 21 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 8 દિવસ એટલે કે 28 માર્ચ સુધી રહેશે. આ નવરાત્રિમાં શરીરને સ્વચ્છ રાખવા માટે લીમડાના રસનો ઉપયોગ કરી શકાય છે. આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવે છે. જે લોકો નવરાત્રિમાં લીમડાના પાનનો ઉપયોગ કરે છે, તેઓ તંદુરસ્ત રહે છે અને તેમની રોગપ્રતિકાત્મક ક્ષમતા પણ વધે છે.
 
લીમડાનો રસ પીવાથી મળે છે લાભ
 
સંસ્કૃતમાં લીમડાને નિમ્બ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં લીમડા વિશે લખ્યું છે કે
निम्ब शीतों लघुग्राही कटुकोडग्रि वातनुत।
अध्यः श्रमतुट्कास ज्वरारुचिकृमि प्रणतु॥
 
આ શ્લોકમાં લીમડા દ્વારા થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવવામાં આવ્યું છે. સરળ શબ્દોમાં લીમડો શરીરને શીતળતા આપે છે. હૃદય માટે લાભદાયક છે. તેનાથી પેટની બળતરાં, એસિડિટી, તાવ, કફ, ત્વચા સંબંધી રોગોમાં પણ ફાયદો મળે છે. લીમડાનું દાતણ દાંત તથા પેઢા માટે ખૂબ જ સારું હોય છે. આયુર્વેદમાં લીમડાનો ઉપયોગ કેટલીય બીમારીઓની દવાઓ બનાવવામાં પણ કરવામાં આવ્યો છે.

ચૈત્ર નવરાત્રિમાં લીમડાનો ઉપયોગ શા માટે કરવો?
 
ચૈત્ર નવરાત્રિથી ઉનાળાની શરૂઆત થાય છે અને તેમાં થતા રોગચાળાથી બચવા માટે ઋષિ-મુનિઓ દ્વારા ચૈત્ર નવરાત્રિમાં લીમડાના ઉપયોગની પરંપરા બનાવવામાં આવી હતી. આ નવરાત્રિમાં સ્વાસ્થ્ય સંબંધી નિયમોનું પાલન કરવામાં આવે તો આખા ઉનાળા અને બાકીના વર્ષમાં પણ આપણે મોસમી બીમારીઓથી બચી શકીએ છીએ અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ચૈત્ર નવરાત્રિને સ્વાસ્થ્ય નવરાત્રિ પણ કહેવામાં આવે છે.
 
કેવી રીતે લીમડાના રસનો ઉપયોગ કરવો?
 
લીમડાનો રસ બનાવવા માટે લીમડાના પાનને વાટી લેવું જોઈએ. તેના માટે મિક્સરનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે વાટેલા લીમડામાં પાણી મિક્સ કરો અને તેને સૂતરવ કપડાંથી ગાળી લો. તેના પછી પાણીમાં સ્વાદ મુજબ મરી પાઉડર અને શંચળ મિક્સ કરી શકાય છે. આ રીતે દરરોજ સવારે લીમડાનો રસ તૈયાર કરો અને ચૈત્ર નવરાત્રિમાં તેને પીવું. આ રસ એન્ટિસેપ્ટિકનું કામ કરે છે. શરીર મોસમી બીમારીઓનો ચેપ નથી લાગતો. જો તમે ઈચ્છો તો દરરોજ લીમડાના 4-5 પાન ચાવી પણ શકો છો.
 
લીમડા સાથે જોડાયેલી આ કહાની છે પ્રસિદ્ધ
 
લીમડાના મહત્વ ઉપર એક કહાની ખૂબ પ્રસિદ્ધ છે. આ કહાની મુજબ આયુર્વેદાચાર્ય ધંવંતરિ તથા યૂનાની હકીમ લુકમાન સમકાલીન હતા. ભારતીય વૈદ્યરાજ ધંવંતરિ એ સમયે સંપૂર્ણે વિશ્વમાં પ્રખ્યાત હતા. જ્યારે આ વાત હકીમ લુકમાનને ખબર પડી ત્યારે તેમણે ધંવંતરિની પરીક્ષા લેવા માટે એક યોજના બનાવી. હકીમ લુકમાને એક વ્યક્તિને ધંવંતરિ પાસે મોકલ્યો અને તે વ્યક્તિને કહ્યું કે રસ્તામાં જ્યાં પણ આમલીનો વૃક્ષ દેખાઈ તેની નીચે સુઈ જવું. આમલીના વૃક્ષ નીચે સુવાને લીધે તે વ્યક્તિ ભારત પહોચતા પહોચતા માંદો પડી ગયો.
 
જેમ-તેમ તે વ્યક્તિ ધંવંતરિ પાસે પહોચી ગયો. રોગીએ ધંવંતરિને જણાવ્યું કે રસ્તામાં તે આમલીના વૃક્ષ નીચે સુતો હતો. ત્યારે ધંવંતરિએ તે વ્યક્તિને કહ્યું કે યૂનાન પરત જતી વખતે જ્યાં પણ લીમડાનો વૃક્ષ દેખાઈ, તે વૃક્ષ નીચે સૂવું. રસ્તામાં તેને લીમડાનો વૃક્ષ દેખાયો અને તે ત્યાં જ સુઈ ગયો. સવારે ઉઠ્યો તો તે વ્યક્તિ પાછો સ્વસ્થ થઈ ગયો હતો. આ રીતે લીમડાના ઔષધીય ગુણો વિશે માહિતી મળે છે. આ જ કારણે ઘરની આજુબાજુ લીમડાનો વૃક્ષ હોવો ખૂબ જ શુભ અને ફાયદેમંદ માનવામાં આવ્યો છે.
 
 
આ છે લીમડાના અમુક લાભ
 
1. લીમડાના પાનને વાટી, તેનો લેપ બનાવી લગાવવાથી ત્વચાના રોગોમાં લાભ મળે છે.
 
2. લીમડાના દાતણથી દાંત તથા પેઢા મજબૂત થાય છે. દાંતના દુખાવાની સમસ્યાથી છૂટકારો મળે છે. મોંમાથી વાસ બંધ થઈ જાય છે.
 
3. લીમડાના પાનને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો બંધ થઈ શકે છે.
 
4. દરરોજ લીમડાના પાન ચાવવાથી રક્ત સંબંધી રોગ દૂર થાય છે. ત્વચાની ચમક વધે છે.
 
5. લીમડાના પાનને પાણીમાં નાખી ઉકાળી લો અને પાણીને સહેજ ઠંડું કરી આ પાણીથી સ્નાન કરવું. આવું કરવાથી ત્વચા સ્વસ્થ રહે છે. આ ઉપાય અછબડામાં પણ કારગર સાબિત થાય છે.
 
6. અછબડાના દર્દીને લીમડાના પાન પર સૂવું જોઈએ. તેનાથી રોગમાં આરામ મળે છે.
 
7. લીમડાથી મેલેરિયા ફેલાવવાવાળા મચ્છરો દૂર રહે છે. એટલે જે ઘરની આજુબાજુમાં લીમડો હોય છે ત્યાં મેલેરિયા થવાની શકયતાઓ ખૂબ ઓછી હોય છે. લીમડાના સુકા પાન બાળવાથી જે ધુમાડો નીકળો છે, તેનાથી મચ્છરો નષ્ટ થઈ જાય છે.
 
8. લીમડાના પાનથી બનાવેલો લેપ વાળમાં લગાવવાથી વાળ સ્વસ્થ રહે છે અને ખરતા બંધ થાય છે.
 
9. લીમડાના બીને વાટીને તેનું ચૂરણ બનાવો અને સવારે ખાલી પેટે હુંફાળાં ગરમ પાણીની સાથે તેને લેવાથી પેટ સંબંધિત કેટલીય બીમારીઓમાં આરામ મળે છે.
 
10. લીમડાના તેલમાં થોડું કપૂર મિક્સ કરો. આ તેલ લગાવવાથી ત્વચા સંબંધી રોગોમાં લાભ થાય છે.
 
11. લીમડાના પાનને અનાજ અને કપડાંમાં પણ રાખી શસકાય છે. તેનાથી અનાજમાં જીવાણુ મરી જાય છે તથા કપડાંની ખુશ્બૂ બરકરાર રહે છે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें