शनिवार, 12 दिसंबर 2015

દાદીમાના શ્રેષ્ઠ નુસખાઓ નોંધવાનું ભુલતા નહીં, રોજિંદી સમસ્યામાં આવશે કામ



શ્રેષ્ઠ નુસખાઓ

અજમાના ચૂર્ણમાં સંચળ નાખીને હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી ગેસ છૂટી જાય છે અને કબજિયાત મટે છે.
સંધિવાના સોજા પર અજમો નાખીને કકડાવેલું તેલ લગાવવાથી સોજા દૂર થાય છે અને પીડા ઘટે છે.
અપચાને કારણે પેટમાં દુખતું હોય તો વરિયાળી, અજમો અને સંચળનું ચૂર્ણ બનાવી હૂંફાળા પાણી સાથે ફાકી જવું.
હિંગને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે.
ચા પીવાને બદલે મધને પાણીમાં ઘોળી પીવાથી થાક દૂર થશે તથા સ્ફૂર્તિ આવશે.
અપચો, ગેસ તથા ગભરામણથી છુટકારો મેળવવા તુલસીના પાનને વાટી તેની ગોળીઓ બનાવી ખાવાથી  ફાયદો થશે.
કારેલાના રસમાં ગાજરનો રસ મિક્ષ કરીને ત્રણ મહિના નિયમિત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે.
કાળા મરીના ચૂર્ણમાં અડધી ચમચી આદું અને લીંબુનો રસ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.
માથું દુખતું હોય તો સૂંઠ પથ્થર પર લસોટીને એનો લેપ કપાળે લગાવવાથી આરામ મળશે.
ઊલટી થતી હોય ત્યારે લીંબુના એક ફાડિયા પર કાળાં મરીનું ચૂર્ણ ભભરાવી, ગેસ પર ફાડિયું ગરમ કરવું અને પછી ગરમ-ગરમ જ લીંબુ નીચોવીને એનો રસ પી જવો.
ઝાડા-મરડો થયો હોય તો સૂંઠનું ઉકાળેલું પાણી પીવું અને ખાવામાં ખૂબ ઓછી માત્રામાં દહીં અને ભાત જ ખાવા.
ઘામાંથી લોહી વહેતું અટકાવવા એના પર ચોખ્ખી હળદર દાબી દેવી.
એક ગ્લાસ નવશેકા પાણીમાં બે નાની ચમચી લીંબુનો રસ મિક્ષ કરીને પીઓ. આવું દિવસમાં 3-4 વાર કરવું. આર્થ્રાઈટિસના દર્દમાં આરામ મળશે.
જો તમારી કોણી પર કાળાશ જામી ગઈ હોય તો લીંબુના બે ફાડા કરી લેવા અને તેની પર ખાવાનો સોડા ભભરાવીને કોણી પણ હળવા હાથે ઘસવું. આનાથી કોણી સાફ અને મુલાયમ બની જશે.
અડધી ચમચી ચારોળીને 2 ચમચી દૂધની સાથે પીસીને ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘા દૂર થાય છે.
અડધી ચમચી મેથીના ચૂર્ણમાં થોડું દહીં મિક્ષ કરીને લેવાથી મરડાની સમસ્યામાં રાહત મળે છે.
બે ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ મિક્ષ કરીને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવી રાખવું. ત્યારબાદ પાણીથી ચહેરો ધોઈ લેવો. આવું નિયમિત કરવાથી ત્વચા મુલાયમ અને સ્વસ્થ રહેશે.
એલોવેરાના જેલમાં અડધા લીંબુનો રસ મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકવા લાગે છે.
1/4 ચમચી મેથી દાણા પાણીની સાથે લેવાથી અપચાની સમસ્યા દૂર થાય છે.
મેથી દાણાનો પાઉડર આર્થ્રાઈટિસ અને સાઈટિકાના દર્દમાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. તેના માટે લગભગ એક ગ્રામ મેથી દાણાનો પાઉડર અને સૂંઠનો પાઉડર મિક્ષ કરીને ગરમ પાણી સાથે દિવસમાં બેથી ત્રણવાર લેવાથી ફાયદો થાય છે.
સફેદ મૂસળીનું એક ચમચી ચૂર્ણ અને એક ચમચી સાકરનું મિશ્રણ સવારે અને રાતે સૂતા પહેલાં દૂધની સાથે એક ચમચીની માત્રામાં લેવાથી નબળાઈ દૂર થઈ જાય છે.
વાયુની તકલીફ ન થાય તે માટે મરીનું ચૂર્ણ લસણ સાથે ભેળવીને લેવું.
સફેદ મરીના બે-ત્રણ દાણા દરરોજ ગળવાથી રોગો શરીરમાં પ્રવેશતા નથી, રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને જો કોઈ રોગ થયો હોય તો તેને વધતો અટકાવે છે.
છાતીમાં બળતરાની સમસ્યા સતાવતી હોય તો જીરા અને ધાણાનું ચૂર્ણ સાકર સાથે દિવસમાં બે વખત લેવું.
દરરોજ સવારે નરણે કોઠે એક નાની ચમચી જીરાનો પાઉડર પાણી સાથે લેવાથી તંદુરસ્‍તી જળવાય છે.
ભોજન કર્યા પછી જીરાના ચૂર્ણ સાથે મરીનું ચૂર્ણ અને સિંધવ સાથે છાશમાં લેવાથી હરસમાં ફાયદો થાય છે.
તમાલપત્ર પાચનતંત્રના રોગોમાં પણ ખૂબ ઉપયોગી છે. તેના સેવનથી અપચો, આમપ્રકોપ અને વાયુની તકલીફ મટે છે.
બદામનું તેલ અને મધ બરાબર મિક્ષ કરીને ચહેરા પર લગાવવું. થોડીવાર પછી ચહેરો ધોઈ લેવો. આ ઉપાયથી રૂપ નિખરવા લાગશે.
સારી ભૂખ લગાડવા માટે ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો દરરોજ સવારે અડધો કપ પીવો.
દરરોજ તાવ જેવું લાગતું હોય તો ફુદીનો અને તુલસીનો રસ દરરોજ દિવસમાં બે વખત સવારે અને રાતે પીવો.
સળેખમ અને શરદીની સમસ્યામાં સૂંઠ, તજ અને ખડી સાકરનો કાઢો દિવસમાં બે વખત લેવો.
મુખ વિકાર અને પેઢાંના સોજાની તકલીફમાં વરિયાળી ચાવીને તેનો રસ ગળે ઉતારવો.
પેટમાં ગેસ અને અપચો થયો હોય તો કારેલાંનો જ્યૂસ પીવાથી ફાયદો થાય છે.
મોઢામાં ચાંદા પડી ગયા હોય તો મધ અને કાથો સમાન પ્રમાણમાં મિક્ષ કરીને ચાંદા પર લગાવવાથી રાહત મળશે.
બદામ, વરિયાળી અને સાકરને સમાન માત્રામાં મિક્ષ કરીને રોજ આ મિશ્રણ એક ચમચીની માત્રામાં ગ્લાસ દૂધ સાથે રાતે સૂતી વખતે લેવું. આંખ સંબંધી સમસ્યાઓમાં લાભ થશે.
સમાન માત્રામાં અજમો અને જીરું શેકી લેવું, પછી તેને પાણીમાં નાખીને ઉકાળીને ગાળી લેવું. હવે તેમાં જરૂર લાગે તો થોડી ખાંડ મિક્ષ કરીને પીવું. આ નુસખાથી એસિડિટીમાં રાહત મળશે.
ધાણા, જીરૂં અને ખાંડ આ ત્રણેય વસ્તુઓને મિક્ષ કરીને તેનું સેવન કરવાથી એસિડિટીને કારણે થતી પેટમાં બળતરા શાંત થાય છે.
દરરોજ સવારે પાણીની સાથે લસણની એક કળી ગળી જવાથી સાંધાનો દુખાવો, ફેફસાંનું સંક્રમણ જેવા રોગોમાં આરામ મળે છે અને બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
સંતરાની છાલનું પાઉડર બનાવી, તેને ગુલાબજળની સાથે મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.
મીઠામાં બે ટીપાં લવિંગનું તેલ મિક્ષ કરીને માથા પર લગાવવાથી માથાનો દુખાવો મટી જાય છે.
મોઢામાં છાલા થઈ ગયા હોય તો દિવસમાં ત્રણવાર કાચાં દૂધના કોગળા કરવાથી આરામ મળશે.
સોપારીને બારીક પીસીને તેમાં થોડો લીંબુનો રસ અને સિંધાલૂ મીઠું મિક્ષ કરીને આ ચૂર્ણથી દરરોજ દાંત ઘસવાથી દાંત ચમકી જશે.