बुधवार, 8 जुलाई 2015

મોટા આંતરડાને હમેશા સાફ રાખે છે આ 10 ખોરાક, કોઈ 1 રોજ ખાવું જોઈએ

મોટા આંતરડાને હમેશા સાફ રાખે છે આ 10 ખોરાક, કોઈ 1 રોજ ખાવું જોઈએ
મોટા આંતરડાને હમેશા સાફ રાખે છે આ 10 ખોરાક, કોઈ 1 રોજ ખાવું જોઈએ


બ્રોકલીનું સેવન કરો
 આંતરડાને સાફ કરવા માટે બ્રોકલીનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. બ્રોકલી લીવરની સાથે સાથે આંતરડા માટે પણ બહુ જ લાભકારી છે. આને ખાવાથી અનેક ન્યૂટ્રિશનલ ફાયદાઓ થાય છે. આ ઘાટ્ટી લીલી શાકભાજી બ્રેસિક્કા ફેમિલીની છે, જેમાં કોબીજ અને ફ્લાવર પણ સામેલ છે. આને પકાવીને કે કાચું પણ ખાઈ શકાય છે, પરંતુ જો બ્રોકલીને બાફીને ખાવામાં આવે તો તેના ફાયદા ડબલ થઈ જાય છે. બ્રોકલીમાં આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, ક્રોમિયમ, વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે જે આ શાકભાજીને વધુ પૌષ્ટિક બનાવે છે. આ સિવાય બ્રોકલીમાં ફાઈટોકેમિકલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે જે બીમારીઓ અને સંક્રમણથી બચાવે છે.

માછલી ખાઓ
 માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. જે સરળતાથી પચી જાય છે. આ સિવાય માછલીમાં અન્ય જરૂરી ઓઈલ હોય છે જે પાચનક્રિયાને દુરસ્ત રાખે છે. માછલીનું સેવન કરવાથી આંતરડા સાફ અને સ્વસ્થ રહે છે અને શરીરમાં પ્રોટીનની ઉણપ પણ સર્જાતી નથી.

એવોકાડો ખાઓ
 સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એવોકાડોને બહુ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં ઓમેગા ફેટી એસિડ 3ની સાથે તેલ પણ હોય છે જે આંતરડાની દીવાલને ચિકણી બનાવે છે જેના કારણે ખોરાક સરળતાથી પચી જાય છે. આના સેવનથી શરીરમાંથી વિષાક્ત પદાર્થો પણ દૂર થાય છે. આ સિવાય આમાં ફોલિક એસિડ, પ્રોટીન, વિટામિન બી6 અને પોટેશિયમ સારી માત્રામાં હોય છે જે શરીરને ઊર્જાવાન બનાવે છે.

સાબૂત અનાજ
જો તમે ફાયઈબરયુક્ત ખોરાકનું સેવન કરો છો તો તમને પાચન સંબંધી કોઈ જ સમસ્યા થતી નથી, કારણ કે તે સરળતાથી પચી જાય છે અને આંતરડાને સાફ રાખે છે. સાબૂત અનાજમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલને વધતા અટકાવે છે. સાબૂત અનાજ જેમ કે પાસ્તા, દળિયા, દાળ વગેરેનું સેવન કરવું.

ફણગાવેલું અનાજ
 અંકુરિત ખોરાકનું સેવન પાચન માટે વરદાન સમાન હોય છે અને તેનાથી આંતરડા સ્વચ્છ રહે છે. અંકુરિત દાળો અને અંકુરિત ચણાનું સેવન વધુ ફાયદાકારક હોય છે. અંકુરિત દાળ થાક, પ્રદૂષણ અને બહારનું ભોજન ખાવાથી પેદા થતાં એસિડને નષ્ટ કરે છે. અંકુરિત દાળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને બીમારીઓથી બચાવે છે.
ફળોનો રસ
ફળોના રસને નિયમિત રીતે તમારા ડાયટ ચાર્ટમાં સામેલ કરો. ફળોના રસમાં ફાઈબર અને અન્ય એન્જાઈમ હોય છે જે આંતરડાને સાફ કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી રોજ તાજા ફળોનું જ્યૂસ કાઢીને તેનું સેવન કરો. આનાથી એસડિટી અને કબજિયાતની સમસ્યા પણ દૂર થઈ જશે.

લસણનું સેવન કરો
ભોરતીય ભોજનમાં લસણનું બહુ મહત્વ છે અને તેનો ઉપયોગ લગભગ દરેક રસોડે થતો હોય છે. લસણ સેલેનિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. એલીનની સાથે સાથે લસણમાં અન્ય તત્વો પણ હોય છે. જેમ કે એજોને, એલીનિ વગેરે જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ, પાચન અને રોગપ્રતિકારક પ્રણાલી સ્વસ્થ રહે છે. આ એસિડ રિફલક્સની સમસ્યા દૂર કરે છે. લસણ ખાવાથી આંતરડા પણ સાફ થઈ જાય છે.

પાલક ખાઓ

પાલક એક અત્યંત ગુણકારી લીલોતરી ભાજી છે. અનેક રોગોમાં તે ગજબની અસર કરે છે. આ એક એવી લીલી પાનવાળી ભાજી છે જે પેટના વિકારોને દૂર કરીને શરીરને પૂરતા પોષક તત્વો આપે છે. સાથે જ પાલકનું સેવન કરવાથી પાચનતંત્ર દુરસ્ત રહે છે. ભોજનમાં પાલકનું સેવન કરવાથી આંતરડા સંપૂર્ણપણે સાફ થઈ જાય છે. પાલકમાં રહેલું ફ્લેવોનોઈડ્સ એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. સલાડ તકીકે પાલકનું સેવન કરવાથી પાચન મજબૂત બને છે અને ભોજ સરળતાથી પચી જાય છે.

લીંબૂનું સેવન છે ફાયદાકારક


લીંબૂમાં અનેક ગુણો રહેલાં છે પરંતુ કેટલાક લોકો લીંબૂના અદભૂત ગુણોથી આજે પણ અજાણ છે. લીંબૂમાં અનેક રોગો સામે લડવાની ક્ષમતા રહેલી છે અને સાથે જ અનેક ઔષધીઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે પેટને સાફ રાખવામાં લીંબૂ મહત્વની ભૂમિકા ભજવે છે. લીંબૂનું સેવન કરવાથી ભોજન સરખી રીતે પચી જાય છે. જો તમને સવારે ગરમ પાણી પીવું પસંદ નથી તો એક  ગ્લાસ સામાન્ય પાણીમાં એક લીંબૂ નિચોવી પી જાઓ. આનાથી તમારા પેટમાં બનતું એસિડ ઓછું થઈ જશે અને તમારું પેટ હમેશાં સાફ રહેશે. આનાથી વજન પણ ઘટશે સાથે પેટ સંબંધી અનેક વિકારો પણ દૂર થશે.
કુરિત ચણાનું સેવન વધુ ફાયદાકારક હોય છે. અંકુરિત દાળ થાક, પ્રદૂષણ અને બહારનું ભોજન ખાવાથી પેદા થતાં એસિડને નષ્ટ કરે છે. અંકુરિત દાળમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને બીમારીઓથી બચાવે છે.

ગ્રીન ટી

જો તમે ચા રીઓ છો તો ગ્રીન ટીનું સેવન કરો. આ વજન ઘટાડવાની સાથે પાચન ક્રિયાને પણ દુરસ્ત રાખે છે. ગ્રીન ટીના સેવનથી પાચન તેજ ગતિએ થાય છે. આ આંતરડાને સંપૂર્ણ રીતે સાફ કરીને મજબૂત બનાવે છે. સાથે તેમાં કેટલાક એવા પોષક તત્વો હોય છે જે કેન્સરની કોશિકાઓને શરીરમાં પ્રવેશવા દેતી નથી અને કેન્સર સામે રક્ષણ પ્રદાન કરે છે. તેમાં એપીગેલોકેટેચિન ગેલેટ નામનું એક એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સર પેદા કરનારી કોશિકાઓના વિકાસને રોકે છે.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें