सोमवार, 6 जुलाई 2015

વજનની સાથે સાથે ફાંદ વધવાની સમસ્યા



વજનની સાથે સાથે ફાંદ વધવાની સમસ્યા આજે દરેકને પરેશાન કરી મૂકે છે. અહીં અમે આપને કેટલીક એવી સમસ્યાઓ દૂર કરવાના દેશી ઇલાજ જણાવી રહ્યા છીએ, જેને રોજિંદા જીવનમાં અપનાવીને તમે તમારું વજન સરળતાથી ઉતારી શકો છો.

1. અડધી ચમચી વરિયાળી લઈ એક કપ ગરમ પાણીમાં નાંખી દો અને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો અને બાદમાં ઠંડી થયા પછી તે પાણી પી જાઓ. આ પ્રયોગ ત્રણ માસ સુધી સતત કરવાથી વજન આપોઆપ ઓછું થવા લાગે છે.

2. ગાંગડા પ્રકારનો ગુંદર લો તેને દિવસમાં બે વાર પાણીમાં ઉકાળો અને સહેજ ગરમ પાણીમાં તેનું સેવન કરવાથી વજન ઓછું થાય છે. વજન ઉતારવાનો આ સૌથી પ્રાચીન, સસ્તો અને આસાન ઉપાય છે. એટલું જ નહિ ગુંદરના ઉપયોગથી શરીર ખડતલ પણ બને છે.

3. લટજીરાના બીજને ભેગા કરો. કોઈ માટીના વાસણમાં હળવી આંચ પર તેને ઉકાળી લો અને એક એક ચમચી દિવસમાં બે વાર વધારે માત્રામાં લો. આ પ્રયોગ સતત કરવાથી ફટાફટ વજન ઊતરે છે. આ છોડ નર્સરીમાં આસાનીથી મળી રહે છે. તેનો ઉપયોગ રોજ કરવાથી આશ્ચર્યજનક ફાયદા થાય છે.

4. હરડે અથવા બહેડા જે એક પ્રકારની વનસ્પતિ છે તેના ફળનો પાવડર એક ચમચી લઈ 50 ગ્રામ પરવળના રસ સાથે મિકસ કરી રોજ પીવાથી વજન ઝડપથી ઊતરે છે તથા શરીરનો થાક પણ ઊતરવા લાગે છે.

5. કારેલાનું શાક પણ વજન ઉતારવામાં મદદ કરે છે. ઉત્તર મધ્યપ્રદેશના આદિવાસીઓ સહજન અને મુનગાના ફળના શાકનો ઉપયોગ પણ વજન ઉતારવા કરે છે. તેઓ આ શાક અઠવાડિયામાં બેથી ત્રણ વખત ખાય છે, જેના કારણે તેમનું વજન નિયંત્રણમાં રહે છે.

6. મધ એક કોમ્પ્લેક્સ શર્કરાની જેમ કામ કરે છે જે વજન ઉતારવાનો સૌથી પ્રાચીન ઉપાય છે. ગરમ પાણીમાં એક ચમચી મધ રોજ સવારે ખાલી પેટે પીવાથી ફટાફટ વજન ઊતરે છે. ઘણા લોકો પાણીમાં મધ અને લીંબુ નાંખીને પીએ છે જે વધારે હિતકારક માનાવમાં આવે છે.મધ કારગર દેશી ફોર્મ્યુલા છે.

7. ફુદીનાનાં તાજાં લીલાં પાનની ચટણી બનાવો અને રોટલી સાથે તેનું સેવન કરો. આ નુસખો અસરકારક માનવામાં આવે છે. ફુદીનાની ચા પણ પીવાની પણ સલાહ અપાય છે. ફુદીનાની ચા પીવાથી શરીર ઊતરે છે.

8. સુંઠ, તજની છાલ અને કાળા મરી (3 ગ્રામ પ્રત્યેક) લઈ ખાંડી લો અને તેનો પાવડર બનાવી લો. આ પાવડર બે ભાગમાં વહેંચી લો એક ભાગમાંથી રોજ સવારે ખાલી પેટે અને બીજા ભાગમાંથી રોજ રાત્રે સૂતા પહેલા લેવો. પાવડર એક ગ્લાસ પાણીમાં મિકસ કરી પી શકો છો.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें